Sukhdev Singh Gogamedi Wife Detained: રાજકોટમાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
Kshatriya Mahasammelan : રાજકોટ ના રતનપરમાં ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે.અમદાવાદમાં 40 કિ.
મળતી માહિતી મુજબ આ સંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. શીલાદેવી સુખદેવ સિંહ ગોગામેડીને નજરકેદ કરવામાં આવ્યા છે. જયપુરથી રાજકોટ જતી વખતે રતનપુર નજીકથી તેમની અટકાયત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે શીલાદેવી સ્વર્ગસ્થ સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષની પત્નીને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી રાજકોટમાં નજરકેદ રાખવામાં આવશે. સરહદી વિસ્તારમાં અરવલી પોલીસ સક્રિય થઈ છે.
વર્ષ 2012માં સુખદેવ સિંહ ગોગામેડીને રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કાલવી અને ગોગામેડી વચ્ચે વિવાદ થયો હતો. સુખદેવ સિંહ ગોગામેડીએ 2017માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામનું એક અલગ સંગઠન બનાવ્યું હતું.રાજકોટના રતનપર ગામે આજે ક્ષત્રિય સમાજના મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી રોડ પર રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના યુવાનો પધાર્યા છે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં નારાજગી વધી છે અને તેઓ સતત તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યા છે.
Ratanpar Rajkot Kshatriya Mahasammelan Sukhdev Sinh Gogamedi Shiladevi Sukhdev Sinh Gogamedi Wife Detained Parshottam Rupala Kshatriya Mahasammelan News ગુજરાત સમાચાર રતનપુર રાજકોટ ક્ષત્રિય સંમેલન પરશોત્તમ રૂપાલા સુખદેવસિંહ ગોગામેડી શીલાદેવી સુખદેવસિંહ ગોગામેડી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
મહાસંમેલન માટે રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, કરણી સેનાના શિલાદેવી ગોગામેડીને કરાયા નજર કેદRajput Maha Sammelan : પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહાસંમેલન.. હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં રહેશે ઉપસ્થિત.. 250થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત...
Weiterlesen »
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Weiterlesen »
લોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident : ભાવનગરનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે પગપાળા જઈ રહેલા સંઘ પર અજાણ્યા વાહન ચાલકે ગાડી ચલાવી દીધી હતી
Weiterlesen »
Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
Weiterlesen »
પલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબIran Israel Attack: તણાવ વચ્ચે જોર્ડન સહિત અનેક દેશોએ એરસ્પેસ બંધ કરી દીધી છે. વિમાનોને એરસ્પેસમાં પ્રવેશ ન કરવાનો આદેશ છે. ઈરાની ડ્રોન હુમલા પર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન પર ટૂંક સમયમાં હવાઈ હુમલો થઈ શકે છે.
Weiterlesen »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Weiterlesen »