વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
WOMEN PERFORMING ANCIENT RASA50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!Laxmi Narayan Yog: 5 દિવસ બાદ તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિના લોકોનું વધશે બેન્ક બેલેન્સ, અચાનક થશે ધનલાભ
યુપીના વારાણસીમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરબાજીની ઘટના પાછળ જે ખુલાસા થયા છે તે ખુબ ચોંકાવનારા છે. યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે કે પથ્થરબાજોનો હેતુ ફક્ત ટ્રેનની બારીઓને તોડવાની સાથે ટ્રેનની સ્પીડ ધીમી કરવાનો હતો. ત્યારબાદ તેઓ બારી કિનારે બેઠેલા મુસાફરોના મોબાઈલ છીનવી લેવાની યોજના ઘડતા હતા. આ મામલે આરોપી હુસૈન ઉર્ફે શાહિદને ચંદૌલીના મુગલસરાય વિસ્તારથી પકડવામાં આવ્યો. તેની પૂછપરછમાં આ વાતો સામે આવી છે.
વાત જાણે એમ છે કે 2 ઓક્ટોબર 2024ના રોજ વારાણસીથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર કાનપુરના પનકી સ્ટેશન પાસે પથ્થરબાજીની ઘટના ઘટી હતી. ટ્રેનના C7 કોચની બારીનો કાચ તૂટી ગયો અને અનેક મુસાફરો ડરના કારણે પોતાની સીટો પાસે ઝૂકી ગયા હતા. આ મામલે RPF વનકી અને GRP કંટ્રોલ પ્રયાગરાજને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવાની કલમો હેઠળ કેસ દાખલ કરાયો.વારાણસીની એટીએસ યુનિટે આ મામલે તપાસ શરૂ કરી અને આરોપી હુસૈન ઉર્ફે શાહિદની ધરપકડ કરી.
અત્રે જણાવવાનું કે વંદે ભારત ટ્રેન પર પથ્થરબાજીની ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે. કાનપુર ઉપરાંત ઈટાવામાં પણ આવી ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓએ રેલવે અને સુરક્ષા દળો માટે પડકાર ઊભા કર્યા હતા. ઘટના બાદ રેલવે પ્રશાસને સુરક્ષા વધારી છે અને વંદે ભારત એક્સપ્રેસના રૂટ પર વધારે સુરક્ષા અને સતર્કતા વર્તવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા માટે RPF અને GRP ની જોઈન્ટ ટીમો નિગરાણી કરી રહી છે. પોલીસની પાંચ ટીમો પણ આ મામલે તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓની ધરપકડના પ્રયત્નો ચાલુ છે.
Stone Pelting Investigation ATS India News Gujarati News વંદે ભારત ટ્રેન વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
માત્ર 5 કલાકમાં અમદાવાદથી કચ્છ પહોંચડશે નવી વંદે મેટ્રો ટ્રેન, આ તારીખથી પાટા પર દોડશેVande Metro Train: જે લોકો ટ્રેનમાં દરરોજ કામ પર જાય છે તેઓ ટ્રેનના જૂના કોચ અને તેની વિલંબથી પરિચિત હશે. પરંતુ હવે આવું નહીં થાય. દેશના દૈનિક મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે, રેલ્વે વંદે મેટ્રોની સેવા શરૂ કરી રહી છે. દેશની પ્રથમ વંદે મેટ્રો આગામી થોડા દિવસોમાં દોડશે.
Weiterlesen »
Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતોControversy: વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
Weiterlesen »
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
Weiterlesen »
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોMob Attack In Kheda : ખેડાના મહુધામાં વિધર્મીઓના ટોળાએ ફરિયાદી પર હુમલો કરતાં બબાલ,,, વિધર્મીએ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા 3 હિંદુ યુવકો
Weiterlesen »
તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
Weiterlesen »
પ્રમોશન માટે રેલવે કર્મચારીનો મોટો કાંડ, જાતે જ પાટા પરથી પેડલોક કાઢ્યા હતા, મોટો ખુલાસોSurat Train Accident : સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં મોટો ખુલાસો.. માહિતી આપનાર રેલવે કર્મચારીએ જ રચ્યું હતું કાવતરુ... જાણકારી આપીને પ્રમોશન મેળવવા માટે ઘડ્યો હતો પ્લાન.. પોલીસે કુલ ત્રણ શખ્સની કરી અટકાયત..
Weiterlesen »